જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોની જમાવટ
જુનાગઢ,25 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક
જૂનાગઢ સાંસ્કૃતિક કાર્યક્રમ


જુનાગઢ,25 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.ઘોરી મ્યુઝિકના કલાકારોએ તું ભૂલો તો પડ મારા સોરઠ માલીપા... , હાલોને આપડા મલકમાં... શુરવીરોના રાસડા, ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું... ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે...આભમાં ઝીણી ઝબૂકે વીજળી...

મારો ઠાકર કરે ઈ ઠીક.... તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ..... જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો દ્વારા એ દેશ હે વીર જવાનોકા...રૂડી ને રૂપાળી વાલા તારી વાહલડી.. નાગર નંદજીના લાલ રાસ રામતા મારી નથડી ખોવાણી.. વીરને ઝરી ભરેલા સાફા રે...વીરને જોટલી બંદૂક... સારે જહા છે અચ્છા હિન્દુસ્તા હમારા સહિતની લોકગીત અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરીને લોકોને ડોલાવ્યા હતાં.અઘોરી ગ્રુપ દ્વારા કલેક્ટરશ્રીનો આભાર માનવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande