સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) માર્કેટનો ચાલુ સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે, ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગની ઘટનામ
Fire accident


સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) માર્કેટનો ચાલુ સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે, ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગની ઘટનામાં ધુમાડાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ફાયરબ્રિગેડના ઓફિસરે કહ્યું કે, આગ પર કાબુ મેળવવા માટે લગભગ 14 જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે પર બોલાવવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande