પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મહા શિવરાત્રીના પર્વની ઉજવણી ચાલી રહી છે.તેવા સમયે પોરબંદર નજીકના હર્ષદ (ગાંધવી) ખાતે એક એવી ઘટના બની છે જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. હર્ષદ (ગાંધવી) ખાતેના દરિયા કિનારે ભીડ ભજન ભવાનીશ્વર મહાદેવનુ પૌરાણિક મંદિર આવેલુ છે. તે સ્થાનિકો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. મહા શિવરાત્રી પૂર્વે આ શિવ મંદિરનુ શીવલીંગ ગાયબ થયુ હતુ અને જલધારી દરિયા કિનારે જોવા મળી હતી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રીત થયા હતા અને પોલીસને જાણ કરતા દેવભુમિ દ્રારકા જીલ્લાના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થાળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ પંથકમાં એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે રાત્રીના સમયે દરિયાઈ માર્ગે કોઈ અસમાજીક તત્વો આવ્યા હોય અને તેમણે આ આ કૃત્ય કર્યુ હશે જોકે હાલ તો હર્ષદ ખાતે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઇ ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ વિસ્તારના દરિયા કિનારે કરવામાં આવેલા ડીમેલીશનને લઇ કોઇ કૃત્ય કર્યુ છે. કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હોવાનુ કહેવાય છે .
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya