પોરબંદર,25 ફેબ્રુઆરી (હિ.સ.) પૂજ્ય ભાઈ રમેશ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ સ્થિત ભવ્ય અને દિવ્ય શ્રીહરિ મંદિરમાં આવતી કાલે 26 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં ભગવાન ચંદ્રમૌલીશ્વર પર સવારે લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે તેમજ સાંદીપનિ યજ્ઞશાળામાં શાસ્ત્રોકત વિધિથી હોમાત્મક લઘુરૂદ્ર પણ સંપન્નથશે જેનો સમય સવારે 8:00 થી 1:00 વાગ્યાનો રહેશે. ત્યારબાદ સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવના વિશેષ દર્શનની ઝાંખી કરાવવામાં આવશે જેના દર્શનનો સમય સાંજે 4:30 થી 8:00વાગ્યા સુધી રહેશે. તે દરમ્યાન દર્શન માટે આવનાર ભક્તોને ઠંડાઈનો પ્રસાદ આપવામાં આવશે.
મહાશિવરાત્રી પર્વમાં મહાદેવની રાત્રિપ્રહરપૂજાનું વિશેષ મહત્વ હોય છે. અતઃ શ્રીહરિ મંદિરમાં પણ ચંદ્રમૌલીશ્વર ભગવાનની સંપૂર્ણ રાત્રિ દરમ્યાન પ્રહરપૂજા સંપન્ન થશે.જેમા રાત્રે 9:00 વાગ્યે થી સવારના 6:00 વાગ્યા સુધી પ્રહર પૂજા કરવામાં આવશે. જેમાં રાત્રે 9:00 થી 11:30 સુધી પ્રથમ પ્રહરપૂજા ત્યારબાદ 12:00 વાગ્યે ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વરની મહાઆરતી થશે. ત્યારબાદ 12:30 થી 2:30 દ્વિતીય પ્રહરપૂજા-અભિષેક અને 3:30થી 5:30તૃતીય પ્રહરપૂજા અભિષેક સંપન્ન થશે તથા સવારે
6:00વાગ્યે અંતિમ પ્રહરની આરતી થશે. મહાશિવરાત્રી નિમિત્તે અભિષેક દર્શન અને વિશેષ ઝાંખી દર્શનનો લાભલેવા તેમજ આ ઉત્સવમાં જોડાવવા માટે સર્વે ભક્તોને શ્રીહરિ મંદિરના મુખ્યાજી રમણીકભાઈ જોષી તરફથી સર્વે ભક્તજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya