ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)
કલા દ્વારા આરાધનાના 'સોમનાથ મહોત્સવ'ના પ્રથમ દિવસે પ્રખ્યાત ડ્રમર શિવમણી, પદ્મશ્રીથી સન્માનિત વાંસળીવાદક પંડિત રોનુ મજૂમદાર અને કી-બોર્ડ પ્લેયર અતુલ રાણિંગાએ સંગીતની ધમાકેદાર જૂગલબંધી પ્રસ્તુત કરી હતી.
ડ્રમર શિવમણી, વાંસળીવાદક પંડિત રોનુ મજૂમદાર અને કી-બોર્ડ પ્લેયર અતુલ રાણિંગાએ વિવિધ ઘરાના, તાલ અને જાઝ-ફ્યૂઝનના માધ્યમથી પોતાની કળા દર્શાવી હતી.
તમામ કલાકારોનું જીવંત પરફોર્મન્સ નિહાળી ઓડિયન્સ વિવિધ વાદ્યોના એક-એક તાલે ઝૂમી ઉઠ્યું હતું.
વિખ્યાત ડ્રમર આનંદન શિવમણીએ ડ્રમ પર પોતાના કાંડાની કરામતથી ઉપસ્થિત સર્વેને ડોલાવ્યાં હતાં તો વાંસળીના માધ્યમથી સૂરમયી પ્રસ્તુતીથી પંડિત રોનુ મજૂમદારે લોકોના દિલ જીતી લીધાં હતાં. જ્યારે કી-બોર્ડ પ્લેયર અતુલ રાણિંગાએ કી-બોર્ડ પર આંગળીઓનો જાદૂ પાથરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ