કુછડી નજીક અકસ્માતમાં બે યાત્રાળુના મોત.
કુછડી નજીક અકસ્માતમાં બે યાત્રાળુના મોત.
Two pilgrims die in accident near Kuchdi.


Two pilgrims die in accident near Kuchdi.


Two pilgrims die in accident near Kuchdi.


Two pilgrims die in accident near Kuchdi.


Two pilgrims die in accident near Kuchdi.


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર -દ્રારકા રોડ પર સોમવારની મોડી રાત્રીના અકસ્માત સર્જયો હતો કુછડી ગામ નજીક બંધ ટ્રક પાછળ યાત્રાળુઓની બસ ઘુસી જતાં બે યાત્રાળુઓના ઘટના સ્થળે મોત થયા હતા અને દશ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કર્ણાટકના યાત્રાળુઓ સોમનાથથી દ્રારકા જઇ રહ્યા હતા તે દરમ્યાન પોરબંદર નજીકના કુછડી ગામ નજીક ગોલાઈ પાસે યાત્રાળુઓની બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જયારેદશ જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કુછડી નજીક સર્જયેલા અકસ્માતામા વિશ્વનાથ સિદરમ્પા અવજી અને મલ્લીકાર્જુન સરમણખા અદલગી નુ ઘટના સ્થળે મોત થયા હતા યાત્રાળુની બસમાં કુલ 17 લોકો હતા તે પૈકી બાર લોકોને દશ લોકોને ઈજા પહોંચી હતી જયારે બે લોકોના મોત થયા હતા અકસ્માતની ઘટનાની જાણ થતાં હેલ્થ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રામદે મોઢવાડીયા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર આપવા ઉપરાત તેમના ભોજનની પણ વ્યવસથા કરી હતી અને બે મૃતદેહને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande