બેંગલુરુ, નવી દિલ્હી,26 ફેબ્રુઆરી (હિ.સ.)
કર્ણાટક હાઈકોર્ટના આદેશ બાદ, મહાશિવરાત્રીના અવસર પર, બુધવારે કલબુર્ગી જિલ્લાના લાડલે મશક દરગાહ ખાતે સ્થિત રાઘવ
ચૈતન્ય શિવલિંગમાં, પૂજા કરવામાં આવી હતી. કડગંચી મઠના વીરભદ્ર શિવાચાર્ય સ્વામીના
નેતૃત્વમાં, 10 ભક્તોએ
શિવલિંગની વિધિવત પૂજા કરી. આ દરગાહ જિલ્લાના અલંદ તાલુકા મુખ્યાલયની બહાર આવેલી
છે.
એક દિવસ પહેલાહાઈકોર્ટે, હિન્દુ સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી
કરતી વખતે, મહાશિવરાત્રી પર
બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી 15 ભક્તોને, રાઘવ
ચૈતન્ય શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી. કર્ણાટક વક્ફ ટ્રિબ્યુનલના અગાઉના
નિર્ણયને સમર્થન આપતા હાઈકોર્ટે, આ આદેશ આપ્યો હતો, જેણે સ્થળ પર ધાર્મિક વિધિઓને મંજૂરી આપી હતી.
ટ્રિબ્યુનલના નિર્દેશો અનુસાર,’મુસ્લિમ સમુદાયના
સભ્યોને સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી
ઉર્સ સંબંધિત ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, હિન્દુ ભક્તોને
બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી
શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.’
દરગાહની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
સલામતીના નિયમો મુજબ, પૂજા કરતા પહેલા
ભક્તોના આધાર કાર્ડ વગેરેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી હતી. પૂજા પછી, ભક્તોના જૂથનું
નેતૃત્વ કરનારા વીરભદ્ર શિવાચાર્યએ કહ્યું કે,” પૂજા વિધિ મુજબ કરવામાં આવી હતી.
તેમણે એ પ્રશ્ન ટાળ્યો કે, કોર્ટે 15 ભક્તોને પૂજા કરવાની પરવાનગી આપી હતી, પરંતુ અહીં પૂજા
માટે માત્ર 10 ભક્તો જ
પહોંચ્યા.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ