દુશ્મન પણ જેના પર વિશ્વાસ કરે છે, તેને સંત કહેવાય છે: મોરારી બાપુ
—નવ દિવસ ચાલેલી શ્રી રામ કથા 'માનસ મહાકુંભ'નો વિરામ — સ્વામી ચિદાનંદ સરસ્વતી અને આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ, કથામાં ભાગ લીધો. મહાકુંભ નગર, નવી દિલ્હી, 26 જાન્યુઆરી (હિ.સ.) જેના પર દુશ્મન પણ વિશ્વાસ કરે છે તેને સં
કુંભ


—નવ દિવસ ચાલેલી

શ્રી રામ કથા 'માનસ મહાકુંભ'નો વિરામ

— સ્વામી ચિદાનંદ સરસ્વતી અને આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ

શાસ્ત્રીએ, કથામાં ભાગ લીધો.

મહાકુંભ નગર, નવી દિલ્હી, 26 જાન્યુઆરી

(હિ.સ.) જેના પર દુશ્મન પણ વિશ્વાસ કરે છે તેને સંત કહેવામાં આવે છે. સત્ય, પ્રેમ અને

કરુણાના દિવ્ય સંદેશથી, બધા ભક્તોને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું કે,” માનસનું

સૌથી પવિત્ર પાઠ જીવન આપનાર સંજીવની પ્રદાન કરનારૂ છે.”

તેમણે બધાને યાદ અપાવ્યું

કે,” શ્રી રામની કથા ફક્ત એક સાહિત્યિક કવિતા નથી, પરંતુ તે એક અમૂલ્ય ખજાનો છે જે

આપણા જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક દ્રષ્ટિ અને ઉત્થાન પ્રદાન કરે છે.”

રવિવારે, પ્રયાગરાજના પરમાર્થ નિકેતન કેમ્પમાં, માનસ કથાના

નિષ્ણાત મોરારી બાપુ દ્વારા સંભળાવવામાં આવતી માનસ કથાનું, સમાપન સ્વામી ચિદાનંદ

સરસ્વતી, આચાર્ય ધીરેન્દ્ર

કૃષ્ણ શાસ્ત્રી અને સાધ્વી ભગવતી સરસ્વતીની હાજરીમાં થયું.

ઉલ્લેખનીય છે કે, નવ દિવસના માનસ મહાકુંભ દ્વારા, પૂજ્ય બાપુએ શ્રી

રામના જીવનના વિવિધ પાસાઓ પર દિવ્યતા

અને ઊંડાણ સાથે પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું કે,” આજે માનસ

કથાનું સમાપન થયું અને એક નવો અધ્યાય શરૂ થયો. પૂજ્ય બાપુએ આપણા બધાને માનસ સામવેદ

કથાની શરૂઆતના આશીર્વાદ આપ્યા. આ માનસ કથામાં વિરામ નથી, આ એક નવા

અધ્યાયની શરૂઆત છે. જે દરરોજ એક નવા સ્વરૂપમાં કથા સાંભળનારા લોકોના હૃદયમાં

પ્રવેશ કરે છે અને આપણને જીવનના સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે.” તેમણે

કહ્યું,”આ માનસ કથાનો વિરામ

નથી, આ જીવનના દરેક

વળાંક પર એક નવા અધ્યાયની શરૂઆત છે.”

સાધ્વી ભગવતી સરસ્વતીએ કહ્યું કે,” આ માનસ કથાનો વિરામ નથી

પરંતુ, આપણી અંદર રહેલી દૈવી શક્તિઓ અને આત્માને જાગૃત કરવાની એક નવી શરૂઆત છે. આ

નવ દિવસોમાં, પૂજ્ય બાપુએ આપણને બધાને પ્રસાદના રૂપમાં જે મૂલ્યો શીખવ્યા છે તે

આપણે સાથે લઈ જવા જોઈએ. આ જ આ દિવ્ય કથાનો સાર છે.”

માનસ કથાના યજમાન જસાણી પરિવાર અને વિશ્વના વિવિધ દેશોમાંથી

આવેલા ભક્તો તેમના પૂજ્ય સંતોને ખૂબ જ ભાવનાથી વિદાય આપીને વિદાય લઈ રહ્યા છે.

રાષ્ટ્રીય સંત, માનસ નિષ્ણાત, પૂજ્ય બાપુના

મુખથી આ દિવ્ય માનસ કથાનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે ભક્તો ભાવવિભોર થઈ ગયા

હતા.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આશિષ વશિષ્ઠ / રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande