ભાવનગર વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે
ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભા
વેરાવળ ગાંઘીનગર કેપીટલ


ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

વેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 થી 30.04.2025 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.

તેવી જ રીતે, ગાંધીનગર કેપિટલથી વેરાવળ જતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22957)માં એક વધારાનો સ્લીપર કોચ ગાંધીનગર કેપિટલથી તારીખ 02.03.2025 થી 01.05.2025 સુધી લગાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande