જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ,ભવનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ
જૂનાગઢ/અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) ભવનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હૈયાથી હૈયુ દળાય એવા દૃશ્યો સર્જાયા છે. આજે શાહી સવારી બાદ નાગા બાવા, સાધુ-સંતો રવેડી નીકળશે. જે બાદ શિવરાત્રિના મેળાની પૂર્ણ
Crowd of Devotees in Bhavnath Temple premises since early morning


જૂનાગઢ/અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) ભવનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હૈયાથી હૈયુ દળાય એવા દૃશ્યો સર્જાયા છે. આજે શાહી સવારી બાદ નાગા બાવા, સાધુ-સંતો રવેડી નીકળશે. જે બાદ શિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થશે.જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે જેને જોવા કલાકો પહેલા જ ભાવિકો રોડ પર બેસી જશે.

જૂનાગઢનાં મહાશિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-સંતોની રવેડી હોય છે. આજે મહાશિવરાત્રિની રાત્રે સાધુ-સંતૉની વાજતે-ગાજતે રવેડી યાત્રા નીકળશે. જેમાં અખાડાના આરાધ્યદેવને પાલખીમાં બિરાજમાન કરાશે. આ પછી રવેડી યામા નિયત રૂટ પર થઇ પરત ભવનાથ મંદિરે આવશે. જે બાદ સાધુ સંતો મગી કુંડમાં સ્નાન કરશે. આ પછી ભવનાથ મડાદેવની મહાઆરતી કરવામાં આવશે. આ પછી મોડી રામે મેળાની પુર્ણાહુતિ થશે. જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે. ગિરી તળેટીમાં ભજન, ભોજન અને ભકિ્તનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. અહીં મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટ્યા છે.

જૂનાગઢમાં ગઇકાલે સવારથી જ લોકો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે અને રાત સુધી ગિરનાર રોડ પર લોકોની અવરજવર ચાલું રહી હતી. આ ઉપરાંત ગઇકાલે પણ બાઈક સિવાયના વાહનોને પ્રવેશબંધી કરાઈ હતી. ભાવિકો ગિરનાર દરવાજાથી પગપાળા તળેટી સુધી પહોંચ્યા હતા. લોકોએ મહાદેવના દર્શન કરી અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ ચકડોળ અને વિવિધ રાઈડ્સમાં બેસી મેળાની મજા પણ માણી હતી. ત્યારે આજે રાત્રે નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરો રવેડીમાં જોડાશે અને ત્યાર બાદ આ રવેડી ભવનાથ મંદિર ખાતે પહોંચી મૃગીકુંડમાં સ્નાન કરશે અને ભગવાન ભવનાથ દાદાની મહાઆરતી થયા બાદ મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande