કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયાં
જૂનાગઢ,26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં હતા.મંત્રીએ કેબિનેટ મંત્રી ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી
જૂનાગઢ મહાશિવરાત્રી


જૂનાગઢ,26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં હતા.મંત્રીએ કેબિનેટ મંત્રી ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે મંત્રીનું ભવનાથ મંદિર ખાતે મહાદેવગીરી બાપુ દ્વારા સન્માન - અભિવાદન કરવામાં આવ્યું હતું

મંત્રીએ ભવનાથ તળેટી ખાતે જુદા જુદા આશ્રમો અને સંતો મહંતોની મુલાકાત કરી હતી અને તેમણે દોલતરામ આશ્રમ સહિતની સેવાભાવી સંસ્થાઓની પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમણે વેલનાથબાપુના મંદિર, દોલતરામબાપુના આશ્રમની મુલાકાત કરી હતી. શ્રી દોલતરામ બાપુએ પણ મંત્રીનું સ્વાગત- સન્માન કર્યું હતું.

મંત્રીએ મુચકુંદ ગુફા આશ્રમે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાં મુચકુંદ ગુફા આશ્રમના 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરી મહારાજ અને મહામંડલેશ્વર કનકેશ્વરી દેવજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન પાટણનાના સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્ય સભાના પૂર્વે સાંસદ શંકર વેગડ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande