પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સિધ્ધપુર તાલુકાના સીનીયર સીટીઝન સંગઠન દ્વારા નહી નફો નહી નુકસાન ધોરણે ચાર દિવસીય *કચ્છ દર્શન* પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વરાણા ખોડીયાર માતા,કબરાઉ, ભુજ, સ્વામિનારાયણ મંદિર, હમીર સર તળાવ, કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, કાળો ડુંગર, સફેદ રણ, માતાનો મઢ ,(આશાપુરા માતા), વાંઢાઈ ઉમિયા માતાજી મંદિર,નારાયણ સરોવર, કોટેશ્વર, અંબે ધામ (ગોધરા), માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, અંજાર જેસલ તોરલની સમાધિ વિગેરે સ્થળોનો પ્રવાસ કરવામાં આવ્યો. જેમાં નટુ નાયી, દશરથ સુથાર, શૈલેષ પંચોલી સહિત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ટુરમાં જોડાયા હતા
સંગઠનના પ્રમુખ ડૉ .નવીન મોદીએ જણાવ્યું કે સિદ્ધપુર તાલુકા સીનીયર સિટીઝન સંગઠના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ વર્ષમાં બે -ત્રણ પ્રવાસ કરવામાં આવતા હોય છે તે પૈકી કચ્છ દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવેલ જેનુ સુંદર સંચાલન ગોવિંદ દરજી અને મફત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર