પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સિધ્ધપુર સરસ્વતી નદી કિનારા સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠ મહાદેવની મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યા સિદ્ધપુર મુકામે નીકળતી પાલખીઓના પૂજન દર્શન કરી શોભાયાત્રાનું હર હર ભોલે અને નમઃ શિવાયના નારા સાથે માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા એ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું. તેમજ મંદિર ખાતે આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી. તે ઉપરાંત મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિદ્ધપુર નગરપાલિકા તથા ગુજરાત રાજ્ય રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું જેને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે શ્રોતાગણ માટે ખુલ્લો મુક્યો.
ભવ્ય ડાયરામાં સુપ્રસિદ્ધ લોક ગાયક ધવલદાન ગઢવી તેમજ તેમના ગ્રુપના કલાકારોએ લોકસંગીત રૂપે મધુસુરમાં ગરવી ગુજરાતની લોક સંસ્કૃતિ અને અસ્મિતા ઉજાગર કરી શ્રોતાઓનું મનોરંજન કર્યું. આ પ્રસંગે મંત્રીનો પરિવાર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન, એ.પી.એમ.સી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના કોર્પોરેટરઓ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર