સોમનાથ વિદૂષી સુધા રઘુરામનની, કર્ણાટકી સંગીતની પ્રસ્તુતિમાં લીન થયાં શ્રોતાઓ 'શિવપંચાક્ષર સ્તોત્ર', 'ગંગાધીશ્વર શંકરમ્' કૃતિઓથી શિવમય બન્યું વાતાવરણ
સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ કલાથી આરાધનાના સોમનાથ મહોત્સવમાં રાષ્ટ્રીય કુમાર ગાંધર્વથી સન્માનિત વિદૂષી શ્રી સુધા રઘુરામન તથા સંગીતવૃંદે કર્ણાટક સંગીતના માધ્યમથી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. 'પતંજલિ કૃતિ', 'શિવપંચાક્ષર સ્તોત્ર', 'શેઠ ત્યાગ
સોમનાથ મંદિર શિવમય


સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.)

સોમનાથ કલાથી આરાધનાના સોમનાથ મહોત્સવમાં રાષ્ટ્રીય કુમાર ગાંધર્વથી સન્માનિત વિદૂષી શ્રી સુધા રઘુરામન તથા સંગીતવૃંદે કર્ણાટક સંગીતના માધ્યમથી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

'પતંજલિ કૃતિ', 'શિવપંચાક્ષર સ્તોત્ર', 'શેઠ ત્યાગ રાજની કૃતિ', 'ગંગાધીશ્વર શંકરમ્' તથા 'નિર્વાણષટકમ' જેવી કૃતિઓથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.

વિદૂષી સુધા રઘુરામન સાથે તેમના સંગીતવૃંદમાં વાંસળીવાદનમાં રઘુરામન, એમ.વી.ચંદ્રશેખરે મૃદંગવાદન અને શાંતુનાથ ભટ્ટાચાર્યએ તબલા અને હાર્મોનિયમ પર લયબદ્ધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.

દેવાધિદેવના સ્તુતિગાન કરતી કૃતિઓના ગાયનથી શ્રોતાઓ શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande