સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.)
સોમનાથ કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં દ્વિતિય દિવસે કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાએ ભગવાન શ્રી સોમનાથના સાનિધ્યમાં નૃત્ય રજૂ કર્યું હતું.
વિવિધ નૃત્યમુદ્રાઓ થકી લાવણ્યભાવ દર્શાવતા નૃત્યકારોએ તબલાં અને ઝાંઝરની તાલ મિલાવતી જૂગલબંધી સાથે ઉમળકાભેર નૃત્ય રજૂ કર્યું હતું.
આ તમામ નૃત્ય પ્રસ્તુતિઓને ઉપસ્થિત સર્વેએ મનભરી માણી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ