સોમનાથ,26 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થીત થયૉ હતો. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું. ૐ નમઃ શિવાય અને જય સોમનાથ ના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું, અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો. સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજન માં વિશ્વશાંતી અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલી હતી. સોમનાથ મહાદેવની વિશેષ પ્રાતઃ શૃંગાર કરવામાં આવેલો હતો જેમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફુલના હારો નો ઉપયોગ કરવામાં આવેલો હતો.
પારંપરિક શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણલહેરી દ્વારા કરવામાં આવેલ હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ