સોમનાથ,26 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ તા.૨૫: સોમનાથ મહોત્સવના કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક ઉત્સવના દ્વિતીય દિવસે ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમીની ગઢિયાએ સંગમ આરતી કરી હતી.હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર તીર્થ પુરોહિતોના વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં દીપ દ્વારા ‘સંગમ આરતી’ કરવામાં આવી હતી.આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં અને સર્વેએ દિવ્યતાનો અનુભવ કર્યો હતો.
આ ‘સંગમ આરતી’ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ જોડાયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ