સુરત ક્રાઈમ બ્રાન્ચે 1 કિલો 330 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું ધૂમ વેચાણ થતું હોવાનું સામે આવતા સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરના લાજપોર વિસ્તારમાંથી સુલેમાન ઈસ્માઈલ અને શુભમ સુ
Surat


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું ધૂમ વેચાણ થતું હોવાનું સામે આવતા સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરના લાજપોર વિસ્તારમાંથી સુલેમાન ઈસ્માઈલ અને શુભમ સુમરા નામના બે આરોપીઓની ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત રૂપિયા 39,90,000 છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો, ફોરવીલ ગાડી,રોકડા રૂપિયા , 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 43,05, 750નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande