પોરબંદર, 27 મે (હિ.સ.)પોરબંદરના અડવાણા ખાતે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો તેમની સ્થિતિ ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અડવાણા ખાતે રહેતો અને મજુરીકામ કરતા રાજુ મકવાણા નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા
આવ્યો હતો અને તેમની સ્થિતિ ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. યુવાન દારૂ પીવાની ટેવવાળો હોવાનુ જાણવા મળી રહ્યુ યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya