જુનાગઢ, 27 મે (હિ.સ.) ભારતના ચુંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે.
૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન જાહેર સલામતી જોખમાય નહીં તેમજ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાક રક્ષણ તેમજ સ્વ રક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદારઓ પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની કલમ– ૨૨ (૧) (બી) ની જોગવાઈ હેઠળ જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ બેંક કે અન્ય સંસ્થાઓ કે જ્યાં સિક્યુરિટી ના પ્રશ્નો હોય તેવા પરવાનેદારશ્રીઓને લાગુ પડશે નહીં. આ હુકમ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ