પોરબંદર, 27 મે (હિ.સ.) કુતિયાણા પોલીસે બાતમીના આધારે ખુનપુર ગામે થી 3 શખ્સો ને ચોરી કરેલા મોટર સાઇકલ સાથે ઝડપી પાડી આ 3 શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં ચોરીના અનેક નાના-મોટા કીસ્સ સામે આવતા હોય છે,ત્યારે ચોરી ના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગ રૂપે કુતિયાણા પોલીસે ખુનપૂર ગામે થી 3 બાઈક ચોરોને બે ચોરાયેલા મોટરસાઈક સાથે ઝડપી પાડયા હતા.કુતિયાણા પોલીસને ખુનપુર ગામ તરફ જતા રસ્તે બે મોટર સાઇકલ સાથે ત્રણ ઇસમો જતા હોય જે ખુનપુર તરફ જતા રસ્તે પુલ પાસે એક બાઇક ચાલક બાઇક મૂકીને તથા અન્ય એક બાઇક પરબે ઇસમો બાઇક સાથે પુલ નીચ પડી ગયેલ હોવા ની હકીકત માલ્ટા પોલીસે તાત્કાલિક ખુનપુર ગામે પહોંચી આ ત્રણ ઈસમો ની પૂછ પરછ કરતા આરોપીઓએ બને બાઈક ચોરી કરેલાની કબુકાત આપી હતી.
પોલીસે (૧) હીરો કપનીન સ્પ્લેન્ડર મો.સા રજી નાં.GJ-37-C-8549 વાળુ થોડા દીવસ પહેલા ભાણવડ તાલુકાના વરાડ ગામથી ચોરી કર્યા નું જણાવેલ (૨) હીરો કપનીન સ્પ્લેન્ડર મો.સા રજી ન.GJ-25-R-2999 વાળુ વનાણા રોડ,દ્વારકાધીશ હોટલે થી ચોરી કાર્ય નું જણાવેલ.પોલીસે (૧) અર્જુન ભુપતભાઇ વાઘેલા (૨) રાજ કારભાઇ વાઘેલા(૩) ભરત ઉફ હરીયો બાબુભાઇ પરમાર નામના શખ્સો સામેં ચોરી ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya