આજે ગુજરાતના ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). ગુજરાતની બે દિવસીય મુલાકાતના સમાપન પર, આજે થોડા સમય બાદ ગાંધીનગરમાં ભવ્ય રોડ શોમાં લોકોનું સ્વાગત કરશે. તેઓ શહેરી વિકાસ વર્ષ 2025નું પણ લોન્ચિંગ કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે ​​પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વડાપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ


નવી દિલ્હી, 27 મે (હિ.સ.). ગુજરાતની બે દિવસીય મુલાકાતના સમાપન પર, આજે થોડા સમય બાદ ગાંધીનગરમાં ભવ્ય રોડ શોમાં લોકોનું સ્વાગત કરશે. તેઓ શહેરી વિકાસ વર્ષ 2025નું પણ લોન્ચિંગ કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે ​​પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગર કાર્યક્રમની ચિત્રાત્મક માહિતી શેર કરી છે.

ભાજપના એક્સ હેન્ડલ મુજબ, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો સવારે 10:30 વાગ્યે શરૂ થશે. અડધા કલાક પછી, વડાપ્રધાન શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે. તેઓ ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી ઉજવણીમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો એકંદર કાર્યક્રમ 25 મેના રોજ ભારત સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

પીઆઈબી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ દાહોદમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારબાદ તેમણે ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી હતી. તેમણે લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે જાહેર સમારોહને પણ સંબોધિત કર્યો હતો. તેમણે બપોરે 4 વાગ્યે ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2005, એ તત્કાલીન મુખ્યમંત્રી મોદીની એક મોટી પહેલ હતી. તેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, સારા શાસન અને શહેરી રહેવાસીઓ માટે સારા જીવનધોરણ દ્વારા ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પુનર્જીવિત કરવાનો હતો. શહેરી વિકાસ વર્ષ 2005 ના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કરશે.

તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી મોદી, પીએમએવાય હેઠળ 22,000 થી વધુ આવાસ એકમોનું પણ લોકાર્પણ કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને 3,300 કરોડ રૂપિયાના ભંડોળ પણ પ્રકાશિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande