પોરબંદર, 27 મે (હિ.સ.) પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે હોસ્પિટલ જાણે અસમાજીક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે આજે મંગળવારે બે મોબાઇલ ચોરી કરતી મહિલાની શંકાના આધારે અટકાયત કરી હોવાનુ કહેવાય છે તો એક શખ્સને દેશી દારૂના બુંગીયા સાથે ઝડપાયો હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે પોરબંદરની ભાવસિંહજી સરકારી
હોસ્પિટલમા પોરબંદર સહિત જીલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.પરંતુ અહિ લોકોની સલામતીને લઇ અને સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ તબીબ પર હુમલાની ઘટના બની હતી તો મોબાઇલ ચોરીના બનાવો પણ છાશવારે બનતા રહે છે આજે મંગળવારે બપોરના સમયે હોસ્પિટલની લોબીમાંથી બે મહિલાને સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સાટીભાઇએ ઝડપી લીધી હતી આ બન્ને મહિલા મોબાઇલની ચોરી કરતી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરતા મહિલા પોલીસ હોસ્ર્પિટલ ખાતે દોડી આવી હતી અને બન્ને મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી આ બનાવને લઇ લોકોના ટોળા એકત્રીત થાય હતા તો અન્ય એક બનાવમાં હોસ્પિટલમાં એક નશાખોર ચડ આવ્યો હતો અને હોસ્પિટલના પટાંગણામાં દેશી દારૂનુ બુંગીયુ લઇને નજરે પડતા સિકયુરીટી ગાર્ડના ધ્યાન પર આવતા તેમણે તુરત 100 નંબરને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને નશાખોર શખ્સને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી પોરબંદરની સરકારી હોસ્પિટલ અસમાજી તત્વોનો અડ્ડો બની ગઇ હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. જેના કારણે દર્દીઓ અને તબીબોની સલામતીને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya