પાટણ, 27 મે (હિ.સ.)સમી પોલીસે આજે પેેટ્રોલિંગ દરમિયાન દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી વાદળીથર ગામનો 20 વર્ષીય તમાચીભાઇ ગુલમહમદભાઇ તાજમહમદ સિંધી છે, જેને સમી નાયકા ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી રૂ. 2,500 કિંમતી વિના પરવાનગીની દેશી બનાવટની બંદૂક (ખાડણીયું) કબજે કરવામાં આવી છે.
આ કામગીરી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને રાધનપુરના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
સમી પોલીસ સ્ટેશનના I/C ઇન્સપેક્ટર એ.પી. જાડેજાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર