પોરબંદર, 28 મે (હિ.સ.)
પોરબંદરના માધવપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા જયારે 1 ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. દાખલ થયેલી ફરિયાદ મુજબ માધવપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ સમયે કોન્સ. ધર્મેશ વાળાને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાગબાઈ માતાજીના મંદિર પાસે અમુક ઈસમો પૈસા પાનાથી જુગાર રમી રહ્યા છે જે બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા બનાવના સ્થળે પહોંચી દરોડો પડતા જુગાર રમી રહેલા દિનેશ માવદિયા, શૈલેષ બામણીયા, કાના ભૂતિયા, ભરત ભુવા અને ઉકા માવદિયા નામના કુલ 5 શખ્સોને રોકડ રકમ 23600 સાથે ઝડપી પાડ્યા હતા જયારે નારણ રામાભાઈ ભૂતિયા નામના શખ્સને નાસી જવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya