પોરબંદર શહેર માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો.
ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો.
પોરબંદર શહેર માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદરમાં આઈ.પી.એલ ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા એક યુવાનને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.હાલ આઈ.પી.એલ ની સિઝન અંતિમ ચરણમાં છે ત્યારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા લોકોને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા તે દરમિયાન પોરબંદર લોકલ બ્રાન્ચના પોલીસ જવાન ને પોરબંદરના છાયા શહેરમાં રતનપર રોડ નજીક વછરાજ પાન સામે રાજુ લાખાભાઈ ઓડેદરા નામનો યુવાન આઈ.પી.એલ ની લખનવ અને બેંગ્લોર વચ્ચે ચાલી રહેલ મેચ માં પોતાના ફોન માંથી ખેલાડીઓ ના રનફેર અને હારજીત નો જુગાર રમતો હોવા ની બાતમી મળતા પોલીસે રાજુ લાખાભાઈ ઓડેદરા ને ઝડપી પાડ્યો હતો.પોલીસે યુવાન પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રૂ.10,200 મળી કુલ 20,200નો મુદામાલ કબ્જે કરી યુવાન વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande