પ્રેમમાં અંધ યુવતીનો દૃશ્યમ જેવો હત્યા પ્લાન: પત્ની અને પ્રેમીએ વૃદ્ધની હત્યા કરીને લાશ સળગાવી
પાટણ, 28 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં હ્રદય દહાડતી ઘટના સામે આવી છે. જ્યાં ગીતાબેન નામની યુવતીએ પોતાના પ્રેમી ભરત સાથે મળીને એક વૃદ્ધની હત્યા કરી હતી. બંન્નેે ફરાર થવા ઈચ્છતા હતા, પણ પરિવારના લોકો તેમનું પીછો નહીં કરે એ મ
પ્રેમમાં અંધ યુવતીનો દૃશ્યમ જેવી હત્યા પ્લાન: પત્ની અને પ્રેમીએ વૃદ્ધની હત્યા કરીને લાશ સળગાવી


પ્રેમમાં અંધ યુવતીનો દૃશ્યમ જેવી હત્યા પ્લાન: પત્ની અને પ્રેમીએ વૃદ્ધની હત્યા કરીને લાશ સળગાવી


પ્રેમમાં અંધ યુવતીનો દૃશ્યમ જેવી હત્યા પ્લાન: પત્ની અને પ્રેમીએ વૃદ્ધની હત્યા કરીને લાશ સળગાવી


પાટણ, 28 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં હ્રદય દહાડતી ઘટના સામે આવી છે. જ્યાં ગીતાબેન નામની યુવતીએ પોતાના પ્રેમી ભરત સાથે મળીને એક વૃદ્ધની હત્યા કરી હતી. બંન્નેે ફરાર થવા ઈચ્છતા હતા, પણ પરિવારના લોકો તેમનું પીછો નહીં કરે એ માટે એક ચોંકાવનારો પ્લાન બનાવ્યો.

ગીતાએ દ્રશ્યમ ફિલ્મ જોઈને જીવલેણ યોજના બનાવી. તેણે વિચાર્યું કે કોઈ અજાણી લાશને પોતાના કપડા પહેરાવીને સળગાવી દેવી જેથી બધાને લાગે કે તે મરી ગઈ છે. પછી કોઈ તેની શોધખોળ નહીં કરે અને તેઓ પ્રેમ સાથે ભાગી શકશે.

ભરતે એક વૃદ્ધ હરજીભાઈ સોલંકીને ખેતરમાં લઈ જઈ ગળું દબાવ્યું. ત્યારબાદ તેનું શરીર તળાવ પાસે મૂકીને ગીતાને ફોન કર્યો. ગીતાએ પણ પોતાનાં કપડા અને પેટ્રોલ લઈ જઈને લાશને મહિલા જેવા કપડા પહેરાવ્યા અને ઘર પાસે વાડામાં લઈ જઈ સળગાવી દીધું.

ગંભીર ભૂલ એ થઈ કે પેટ્રોલ પૂરતું ન હોવાથી લાશ સંપૂર્ણ સળગી નહીં શકી. જેના કારણે લાશ પુરૂષની હોવાનું ઝડપથી ખુલ્લું પડી ગયું. પોલીસને શંકા જતાં તપાસ શરૂ થઈ અને હકીકત બહાર આવી ગઈ.

પોલીસએ પાલનપુર રેલવે સ્ટેશન પરથી ગીતાબેન અને ભરતને પકડી લીધા. તેઓ જોધપુર ભાગવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે પુછપરછ દરમિયાન આ આખું પ્લાન કબુલ્યું હતું.

પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય ભરતભાઈ આહીર અને 22 વર્ષીય ગીતાબેન સુરેશભાઈ આહીરનો સમાવેશ થાય છે. બંન્ને જાખોત્રા ગામના રહેવાસી છે. એક તરુણ પ્રેમે કેવી રીતે એક નિર્દોષ વૃદ્ધનો જીવ લઇ લીધો તેની આ ઘટના હ્રદય વિલાપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande