તાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ૪૦ વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૭,૧૪૦નો દંડ વસૂલાયો, વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ
ગીર સોમનાથ, 28 મે (હિ.સ.) ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત COTPA-2003 એક્ટની કલમ ૬(અ) અન્વયે “૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમ
તાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ૪૦ વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૭,૧૪૦નો દંડ વસૂલાયો, વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ


ગીર સોમનાથ, 28 મે (હિ.સ.) ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ અંતર્ગત COTPA-2003 એક્ટની કલમ ૬(અ) અન્વયે “૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે” ચેતવણી દર્શાવતા બોર્ડ તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે બોર્ડ લગાવવાનું ફરજીયાત હોય છે, પણ જિલ્લામાં કેટલાક દુકાનદારો દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવેલા નહોતા.

આ ટીમ દ્વારા જિલ્લાની જુદી-જુદી જગ્યાએ સઘન તપાસ કરી ચેતવણી દર્શાવતા બોર્ડ ન લગાવતા નિયમોનું ઉલ્લઘન કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી પી.બી.સાવલિયા, આરોગ્ય વિભાગમાંથી ડી.જે.વ્યાસ, એન.જે.મહેતા, દિલીપભાઈ બારડ, પાતરભાઈ અને પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન ૪૦ કેસ કરી કુલ રૂ. ૭,૧૪૦/- રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

આથી ગીર સોમનાથ જિલ્લાના તમાકુ કે તમાકુની કોઈ પણ બનાવટ વેચનાર દરેક વેપારીઓને નિયમ મુજબ, નિયત સાઈઝમાં “૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે.” જે મુજબનું ચેતવણી દર્શક બોર્ડ લગાડવા અને તેમનું પાલન કરવા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા દરેક દુકાનદારોને સુચન કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande