પાટણ પોકસો કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી
પાટણ, 28 મે (હિ.સ.)પાટણની સ્પેશલ પોકસો અને સેશન્સ કોર્ટે સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના સાગરજી દલપુજી ઠાકોરને પોકસો એક્ટ હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 52,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે. ઉપરાંત, અપહરણ માટે
પાટણ પોકસો કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી


પાટણ, 28 મે (હિ.સ.)પાટણની સ્પેશલ પોકસો અને સેશન્સ કોર્ટે સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના સાગરજી દલપુજી ઠાકોરને પોકસો એક્ટ હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 52,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે. ઉપરાંત, અપહરણ માટે આઈપીસી 363 મુજબ ત્રણ વર્ષની કેદ અને રૂ. 2,000ના દંડની પણ સજા અપાઈ છે. પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરાઈ છે.

આ ઘટના 2 જૂન 2022ના રોજની છે, જયારે 16 વર્ષની કિશોરી રોટલી બનાવવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ આરોપી સાગરજી ઠાકોર બાઈક પર બેસાડીને તેને લઇ ગયો હતો. કિશોરીની બહેને તેની સાથે સાગરજીને જતાં જોયા બાદ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અને બે દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવાઈ. શોધખોળ બાદ કિશોરી મળી આવી અને તેના નિવેદનના આધારે દુષ્કર્મનો ગુનો નોંધાયો.

કોર્ટના 23 પાનાના ચુકાદામાં જણાવાયું છે કે, આરોપી દયાને પાત્ર નથી કારણ કે તેણે સગીર યુવતીને છરી બતાવી અપહરણ કર્યું હતું, જુદા જુદા વિસ્તારોમાં ફરી તેની સદોષ અટકાયત કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે, આરોપી જાણીને પણ ભોગ બનાવનાર સગીર હતી ત્યારે પણ તેને અલગ-અલગ સ્થળે લઈ જવામાં આવ્યો.

આરોપી પાટણ, સમી, રાજકોટ, જુનાગઢ, ગાંધીધામ અને છેલ્લે ગણેશનગર ખાતે યુવતી સાથે રહ્યો હતો. પોલીસને જાણ થતાં બંનેને ગણેશનગરથી પકડવામાં આવ્યા હતા.

સરકારી વકીલ જનકભાઈ ઠક્કરે આરોપી સામે મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા, પીડિતાની વિગતો અને કેસના તારણોને આધારે કોર્ટે આરોપીને મહત્વપૂર્ણ સજા ફટકારી છે, જેનાથી પીડિતાને ન્યાય મળ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande