મોડાસા, 28 મે (હિ.સ.) હાલ કોરોના કેસો ફરી એક વાર સામે આવી રહ્યા છે એમાં પણ ગુજરાત રાજ્યની અંદર પણ કોરોના ના કેસો સામે આવ્યા છે અને કોવિડ ફેલાઈ રહ્યો છે. બીજી તરફ મોડાસા શહેરની અંદર કમળાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગ તેમજ પાલિકા દોડતું થયું છે અને સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે આરોગ્ય જોખામય તે રીતે બેદરકારી સામે આવી છે જેમાં ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટના નાખેલી હાલતમાં ફોટો વાયરલ થયા છે.પૂર્ણ કામ મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકી જાહેર જનતા ને ઈરાદાપૂર્વક હેરાન કરવાનું કૃત્ય કરનાર ની સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સેવાઈ રહી છે મેડિકલ વેસ્ટ બસ સ્ટેન્ડ પાછળ ડોકટર હાઉસ પાસે રાધાકુંજ સોસાયટી નજીક જોવા મળેલો હોવાના ફોટો વાયરલ થયા છે અને મેડિકલ વેસ્ટના ફોટો જાગૃતના નાગરિકે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી મેડિકલ વેસ્ટ નાખનાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.વાયરલ ફોટાની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ