માધવપુર ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર બે યુવાનો પોલીસ સકંજામાં.
સટ્ટો રમનાર બે યુવાનો પોલીસ સકંજામાં.
માધવપુર ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર બે યુવાનો પોલીસ સકંજામાં.


પોરબંદર, 28 મે (હિ.સ.) માધવપુર ગામે જાહેરમાં આઈ.પી.એલ ની મેચ પર સટ્ટો રમી રહેલા બે શખ્સોને માધવપુર પોલીસે રંગેહાથ ઝડપી પડ્યા હતા.પોલીસે બને યુવાન સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.પોરબંદર ના ઘેડ પંથકમાં જુગરીઓ સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ વધુ બે જુગારીઓને પોલીસે દબોચી લીધા છે.માધવપુર ગામે હનુમાનમઢી નજીક દુકાન પાસે જાહેરમાં આઈ.પી.એલ ની બેંગ્લોર અને લખનવ વચ્ચે રમાઇલ રહેલ ક્રિકેટ મેચ માં ખેલાડીઓના રનફેર નો જુગાર રમી રહેલા મનસુખ માંડાભાઈ ભરડા અને ધાર્મિક લખમનભાઈ કામરીયા નામના યુવાનને માધવપુર પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે બને યુવાનો પાસે થી મોબાઈલ ફોન થતા 15,500 ની રોકડ રકમ મળી કુલ 20,500નો મુદામાલ કબ્જે કરી માધવપુર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધરાની કલમ 12(અ) મુજબ ગુન્હો નોંધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande