પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર, બગવદર અને માધવપુર ખાતે થી ત્રણ અલગ અલગ શખ્સોને છરી સાથે ઝડપી પાડ્યા હતા.
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાભર માં હથિયારબંધી નું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.ત્યારે પોલીસે હથિયારબંધીના જાહેરનામા નો ભંગ કરનાર શખ્સો સામે કાર્યવાહી કરી છે.જેમાં પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં ઓરિયન્ટ ફેકટરી રોડ પર સ્વસ્તિક સ્ટોન સામે જાહેર રસ્તા પરથી વિનોદ ઉર્ફે ટીનીયો ઝાલા નામનો યુવાન છરી સાથે ઝડપાયો હતો. તો બગવદર ગામે દેવીપૂજાકવાસ નજીક જાહેર રસ્તા પર થી સરમણ મકનભાઈ વાઘેલા નામના યુવાન છરી સાથે ઝડપાયો. તો માધવપુર ગામે પણ દિનેશ શ્રવણગિરી મેઘણાથી નામના યુવાન પાસે થી છરી મળી આવી હતી .પોલીસે છરી સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સામે હથિયારબંધીના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya