પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત, મતદાન 22 જૂને
પાટણ, 29 મે (હિ.સ.)ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે રાજયભરની બાકી રહેલી અને મુદત પૂરી થનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી જૂન મહિનામાં યોજાવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યના મતદારોમાં આનંદની લાગણી વ્યાપી છે. પાટણ જિલ્લામાં પણ 310 જેટલી ગ્રામ પંચાયતો હાલમાં તલ
પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત, મતદાન 22 જૂને


પાટણ, 29 મે (હિ.સ.)ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે રાજયભરની બાકી રહેલી અને મુદત પૂરી થનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી જૂન મહિનામાં યોજાવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યના મતદારોમાં આનંદની લાગણી વ્યાપી છે. પાટણ જિલ્લામાં પણ 310 જેટલી ગ્રામ પંચાયતો હાલમાં તલાટી કમ મંત્રીઓના વહીવટ હેઠળ ચાલે છે, તેથી ચૂંટણી બાદ સ્થાનિક પ્રતિનિધિઓ ફરી ચૂંટાઈ આવશે અને તલાટીઓને વધારાના કામમાંથી મુક્તિ મળશે.

પાટણ જિલ્લામાં કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. તેમાં 310 સામાન્ય, મધ્યસત્ર અને વિભાજિત પંચાયતો અને 70 પંચાયતોમાં પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. હાલ 487 ગ્રામ પંચાયતો પૈકી 311 પંચાયતોમાં પ્રતિનિધિઓ નહીં હોવાથી લોકશાહીના અવાજ માટે લોકોએ લાંબા સમયથી માંગણી કરી હતી, જે હવે પૂરી થશે.

ચૂંટણી પ્રક્રિયા મુજબ 2 જૂનના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 2થી 9 જૂન સુધી ફોર્મ ભરી શકશે. 10 જૂને ચકાસણી અને 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રહેશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં 22 નવી વિભાજિત ગ્રામ પંચાયતોમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી યોજાશે.

આ વખતે પાટણ જિલ્લામાં 33 એસસી, 4 એસટી, 84 ઓબીસી અને 189 જનરલ બેઠકો માટે સરપંચોની ચૂંટણી થશે. કુલ 380 પંચાયતોમાં 320 સરપંચ બેઠકો અને 2,731 વોર્ડ બેઠકો માટે મતદાન યોજાશે. બેલેટ પેપરથી મતદાન થશે. 823 મતદાન મથકો પર 1,485 મતપેટીનો ઉપયોગ થશે અને 4,771 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.

તાલુકાવાર ગણતરી કરીએ તો પાટણ-52, સરસ્વતી-58, સિદ્ધપુર-33, ચાણસ્મા-50, હારીજ-34, સમી-27, શંખેશ્વર-15, રાધનપુર-9 અને સાંતલપુર-33 પંચાયતોમાં ચૂંટણી યોજાશે. કુલ 6,83,144 મતદારો (3,49,779 પુરુષ અને 3,33,365 મહિલા) મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા 1,820 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande