કુતિયાણામાં થયેલ મારામારીના આરોપી ઝડપાયા.
મારામારીના આરોપી ઝડપાયા.
કુતિયાણામાં થયેલ મારામારીના આરોપી ઝડપાયા.


કુતિયાણામાં થયેલ મારામારીના આરોપી ઝડપાયા.


કુતિયાણામાં થયેલ મારામારીના આરોપી ઝડપાયા.


પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર જીલ્લાના કુતિયાણામાં મિલ્કતના ભાગ બાબતે સગાભાઇઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે આ ધટનમાં યુવાન ગંભીર રીતે ધાયલ થયો હતો કુતિયાણા પોલીસે મારામારીની ઘટનામાં હત્યાના પ્રયાસ કરનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકામાં મિલ્કતના ભાગ બાબતે સગાભાઈઓ સામસામે આવી ગયા છે કળીયુગમાં મિલ્કતના ભાગ બાબતે સમાધાન મુદે મોટાભાઇએ સગા નાનાભાઈ ઉપર જીવલેણ હુમલો કરતા કુતિયાણા પંથક ફરી ઐકવાર ચર્ચા આવ્યુ છે કુતિયાણા પોલીસ મથકમા નોધાયેલી પોલીસ ફરીયાદ મુજબ દિવ્યેશ નાથા ઓડેદરા અને તેના મોટા કાળુ નાથા ઓડેદરા સહિતના સાથે મિલ્કતના ભાગ સબંધી સમાધાનની વાતચીત ચાલી રહી હતી આ દરમિયામન ઉશ્કેરાયેલા કાળુ, કુણાલ અને આકાશે દિવ્યેશને કહેલ તુ ઘરે કેમ આવેલ છે ? ત્યારે દિવ્યેશ કહ્યુ હુ બાના ખબર અંતર પુછવા આવ્યો છે ત્યારબાદ કાળુ, કુણાલ અને આકાશ ઓડેદરાએ દિવ્યેશને ગાળો કાઢી હતી તેમજ મોટા ભાઈ કાળુ ઓડેદરાએ ધોકો લઇને આવી નાનાભાઇ દિવ્યેશ ઉપર માથા ભાગે અને પડખાના ભાગે હુમલો કર્યો હતો ત્યારબાદ કૃણાલ અને આકાશે દિવ્યેશને પકર્ડી રાખ્યો ત્યારે કાળુ ઓડેદરાએ છરી વડે દિવ્યેશ પર હાથ,માથા,છાતીના ભાગે હુમલો કર્યો હતો.

*ભાભીએ દિયરને પતાવી દેવા ધમકી આપી*

દિવ્યેશ ઓડેદરા ઉપર તેમના જ ભાઇઓઅને પરિવારે મિલ્કતમાં ભાગ બાબતે હુમલો કર્યો હતો આ દરમિયાન આરોપી ભાભી શોભના કાળુ ઓડેદરા અને શોભના દિપક ઓડેદરાએ કહેલ કે, દિવ્યેશને આજે આને જીવતો જવા ન દેતા તેને જીવતો મારી નાખો તેવી ધમકી આપી કાળુ નાથા ઓડેદરા, કુણાલ કાળુ ઓડેદરા અને આકાશ દપક ઓર્ડેદરા અને શોભના કાળુ અને શોભના દિપક ઓડેદરાએ તમામ ગેરકાયદેસર મંડળી રચી પોતાના ઇરાદો પાર પાડવા ધોકા,છરી જેવા હથિયાર વડે જીવેલણ હુમલો કરતા બીએનએસ કલમ 109(હત્યાનો પ્રયાસ) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કુતિયાણા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande