પાયોનીયર કિડ્સ સ્કૂલ માર્ગે નવા રોડનું કાર્ય શરૂ
પાટણ, 29 મે (હિ.સ.)પાટણ શહેરમાં ચાણસ્મા હાઈવેથી પાયોનીયર કિડ્સ સ્કૂલ તરફના માર્ગ પર નગરપાલિકાએ નવા રોડના નિર્માણનું કામ શરૂ કર્યું છે. આ માર્ગ પર દર ચોમાસે વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ભાજપ ક
પાયોનીયર કિડ્સ સ્કૂલ માર્ગે નવા રોડનું કાર્ય શરૂ


પાટણ, 29 મે (હિ.સ.)પાટણ શહેરમાં ચાણસ્મા હાઈવેથી પાયોનીયર કિડ્સ સ્કૂલ તરફના માર્ગ પર નગરપાલિકાએ નવા રોડના નિર્માણનું કામ શરૂ કર્યું છે. આ માર્ગ પર દર ચોમાસે વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલી નારી હૉસ્પિટલથી લઈને સ્કૂલ સુધીના માર્ગ પર પાણી ભરાવા અને ગંદકી ફેલાવાની સમસ્યા ઊભી રહેતી હતી.

આ સમસ્યાને લઈ ઈન્દ્રલોક સોસાયટી-2ના રહેવાસી અંકિતકુમાર સોલંકીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી. તેમની સતત રજૂઆતના પરિણામે નગરપાલિકાએ આ માર્ગ પર ખોદકામ શરૂ કરીને નવા રોડનું નિર્માણ હાથ ધર્યું છે.

રસ્તાનું કામ પૂરુ થયા બાદ વરસાદી પાણીના નિકાલની સમસ્યા દૂર થશે અને આસપાસના રહીશોને ખૂબ રાહત મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande