
ગંગટોક, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ખરાબ હવામાનને કારણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિક્કિમ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી મોદીનું હેલિકોપ્ટર, બાગડુગરા એરપોર્ટ (પશ્ચિમ બંગાળ) પરથી ઉડાન ભરી શક્યું નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી બાગડુગરાથી સિક્કિમના લોકોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સવારે 9:45 વાગ્યે રાજધાનીના લિબિંગ ખાતે લશ્કરી હેલિપેડ પર પહોંચવાના હતા. તેવી જ રીતે, પ્રધાનમંત્રી રાજધાનીના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ સમારોહના ભાગ રૂપે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના હતા.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ