અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કે.પી હોસ્ટેલ ખાતે બાળકોને મેદસ્વિતાથી જાગૃત કરવા માટે 15 દિવસીય યોગ સમર કેમ્પનું સમાપન સમારોહ યોજવામાં આવ્યો
મોડાસા, 30 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર યોગ સેવક ચેરમેન શીશપાલ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 16/05/2025 થી 30/05/2025 સુધી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકોને યોગ અને પ્રાણાયામનું મહત્વ
*The closing ceremony of a 15-day Yoga Summer Camp to make children aware of obesity was held at KP Hostel in Modasa town of Aravalli district*


મોડાસા, 30 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર યોગ સેવક ચેરમેન શીશપાલ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 16/05/2025 થી 30/05/2025 સુધી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકોને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી પૌષ્ટિક આહાર લેવા માટેની સમજણ આપવામાં આવી. અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી માતૃ-પિતૃ વંદન તથા બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તેવા યોગ,પ્રાણાયામ,વિવિધ રમતો શીખવાડવામાં આવી. બાળકો ને મોબાઈલ થી દુર રાખી પુસ્તકો વાંચવાની પ્રેરણા આપવામાં આવી.આ પંદર દિવસિય સમર કેમ્પમાં બાળકોને આધ્યાત્મિક ભાવના કેળવાય તે હેતુ થી ભગવદગીતાના શ્લોકો, મંત્રો શીખવાડવામાં આવ્યા. બાળકોના વજન, ઊંચાઈ, બ્લડ ટેસ્ટ વગેરે કરવામાં આવ્યા.કેમ્પ માં લવ વ્યાસ તરફ થી બાળકો ને કલર બોક્સ આપી પ્રોત્સાહિત કર્યા હતા .આ યોગ સમર કેમ્પ માં બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવતો હતો. આજના સમાપન સમારોહ ના કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, કેપી હોસ્ટેલ પ્રમુખ અંબાલાલ પટેલ, ગઢા આયુર્વેદિક મેડિકલ ઓફિસર નિકિતાબેન પટેલ, રામાણી બ્લડ બેન્ક નવીનભાઈ પટેલ, સંચાલક રાજેશભાઈ પટેલ, સહ સંચાલક લેઉઆ શકુંતલાબેન, પ્રિયંકાબેન પટેલ,યોગ કોચ હિના બેન પટેલ, અરવલ્લી જિલ્લા કો. ઓડીનેટર જયેન્દ્રભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પંદર દિવસિય યોગ સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. દાતા ઓ ને સહકાર સન્માન પત્ર આપવામાં આવ્યા.અને તમામ મહેમાનો ને આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણની ની બુક આપી સન્માન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande