ભારવાડા ગામે જાહેરમાં, જુગાર રમી રહેલ 7 શખ્સો ઝડપાયા.
જુગાર રમી રહેલ 7 શખ્સો ઝડપાયા.
ભારવાડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલ 7 શખ્સો   ઝડપાયા.


પોરબંદર, 30 મે (હિ.સ.)

બરડા પંથકના ભરવાડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 7 શખ્સો માંથી 4 શખ્સો પોલીસને હાથે લાગ્યા હતા તો 3 શખ્સો નાશી છૂટીયા હતા. ઝડપાયેલા જુગરીઓ પાસેથી પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારના દુષણ ને ડામવા પોલીસ એક્શન મોડમાં છે.ત્યારે બરડા બરડા પંથકના ભરવાડા ગામની ભાદા સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બગવદર પોલીસ ને મળતા બગવદર પોલીસ દ્વારા ભાદા ગામની સિમ માં જુગાર રમી રહેલા 1)હમીર અરભમ વિસાણા 2)સવદાસ માલદે ઓડેદરા 3)પ્રતાપ હરદાસ ઓડેદરા 4)રાજુ મેરૂ ઓડેદરા પોલીસે ને હાથે ચડી ગયા હતા તો 1) મેરૂ વિરમ મૈયારીયા 2) લાખાભાઈ અને 3) વિનોદભાઈ નામના શખ્સો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.ઝડપાયેલા 4 શખ્સો પાસે થી પોલીસે રોકડ રૂ. 24,120,મોબાઈલ નં- 4 અને 1 કાર સહિત કુલ રૂ.3,36,120 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande