હાઇબ્રીડ બિયારણ માટે અનુસુચિત જાતિના બાગાયતદારોને ઇનપુટ કિટ્સનો લાભ લેવા અંગે
ગીર સોમનાથ 30 મે (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત લાભ મળવાપાત્ર છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિ
હાઇબ્રીડ બિયારણ માટે અનુસુચિત જાતિના બાગાયતદારોને ઇનપુટ કિટ્સનો લાભ લેવા અંગે


ગીર સોમનાથ 30 મે (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત લાભ મળવાપાત્ર છે.

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતો માટે વર્ષ : ૨૦૨૫-૨૬ માં શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણ માટે ઇનપુટ કિટ્સ આપવાની યોજના મંજૂર થયેલી છે.

આ યોજનામાં ૦.૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે રૂ.૨૦૦૦/- સુધીની મર્યાદામાં કીટ મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસુચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande