સુરતમાં માતાના પ્રેમીની જાહેરમાં હત્યા કરનાર પુત્ર ઝડપાયો
સુરત, 30 મે (હિ.સ.)-સુરતના ગોડાદરા વિસ્તારમાં માતાના પ્રેમીના પુત્ર દ્વારા જાહેરમાં જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષના વિશાલ પ્રહલાદ ભણદે નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્ર બંડુ ધરમ પર ચપ્પા વડે હુમલો કરી નાખ્યો હતો. ઘટના પછી પોલીસે તાત
murder


સુરત, 30 મે (હિ.સ.)-સુરતના ગોડાદરા વિસ્તારમાં માતાના પ્રેમીના પુત્ર દ્વારા જાહેરમાં જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષના વિશાલ પ્રહલાદ ભણદે નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્ર બંડુ ધરમ પર ચપ્પા વડે હુમલો કરી નાખ્યો હતો. ઘટના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ધરપકડ કરી લીધી છે.

મૃતક રાજેન્દ્ર ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી વિશાલની માતા સાથે સંબંધમાં હતા.विशાલના પિતાનું અવસાન થયા બાદ રાજેન્દ્ર ઘરમાં અવરજવર કરતા હતા, જેને લઈને સંતાનમાં અસંતોષ વધી ગયો હતો. ઘટનાના દિવસે રાજેન્દ્રએ “મારੋ મોબાઈલ કોણે લીધો?” એવું પૂછતાં ઘરમાં બોલાચાલી શરૂ થઈ હતી. માતાએ રાજેન્દ્રને ઘરમાંથી કાઢી મૂકતા તે રિસાઈને નીકળી ગયા. પરંતુ વિશાલના મનમાં ગુસ્સો વધ્યો.

વિશાલે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈ જાહેરમાં જ રાજેન્દ્ર પર હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હત્યાના પગલે પોલીસએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન વિશાલે ગુનો કબૂલ્યો હતો અને માતા સાથેના સંબંધો અને તાજેતરના ઘર્ષણને કારણ જણાવ્યુ હતું.

ગોડાદરા પોલીસે IPC કલમ 302 હેઠળ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. હવે પોલીસે આરોપી દ્વારા વપરાયેલ હથિયાર, ઘટના પૂર્વે અને પછીના સીસીટીવી ફૂટેજ, ફોન રેકોર્ડ અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનોના આધારે પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande