પોરબંદર, 31 મે (હિ.સ.)
પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવ પર બાઇક સ્લીપ થતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા બાઇક આડે પશુ ઉતરતા અકસ્માતની ઘટના બની હતી પોરબંદર ખાતે રહેતા અને ડ્રાઇયફુટનો વ્યવસાય કરતા દેવાભાઇ માલદેભાઇ વાસણ અને રઘુ જેન્તીભાઇ સોનરાજ ગુરૂવારની રાત્રીના સમયે બાઇક પર ઉપલેટા ડ્રાયફુટનુ પાર્સલ લેવા માટે જતા હતા તે દરમ્યાન ચૌટ ચેકપોસ્ટ નજીક બાઇક આડે પશુ ઉતરતા બાઇક સ્લીપ થયુ હતુ અને બન્ને યુવાનો નીચે પટકાતા તેમને ઇજા પહોંચી હતી આથી તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya