ગુજરાત અર્બુદા સેના દ્વારા મેઘરજ તાલુકાના ઇમ્પ્લોડા ગામે આયોજિત પ્રથમ મહિલા સંમેલન યોજાયું
મોડાસા, 1 જૂન (હિ.સ.) ગુજરાત અર્બુદા સેના દ્વારા મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે આયોજિત પ્રથમ મહિલા સંમેલનમાં ભિલોડા ધારાસભ્ય એ હાજરી આપી. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન આંજણા ચૌધરી સમાજ માટે ગાંધીનગરમાં શૈક્ષણિક ભવનની સ્થાપના અને સમાજની બહેનોને સંગઠિત કરવા
The first women's conference organized by Gujarat Arbuda Sena was held at Imploda village in Meghraj taluka.


મોડાસા,

1 જૂન (હિ.સ.) ગુજરાત અર્બુદા સેના દ્વારા મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે આયોજિત પ્રથમ મહિલા સંમેલનમાં ભિલોડા ધારાસભ્ય એ હાજરી આપી. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન આંજણા ચૌધરી સમાજ માટે ગાંધીનગરમાં શૈક્ષણિક ભવનની સ્થાપના અને સમાજની બહેનોને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓની સહભાગીતા અને ઉત્સાહ એ સાબિત કરે છે કે આજે નારી શક્તિ માત્ર અનુયાયી નહીં, પરંતુ સામાજિક પરિવર્તનના નાયક તરીકે ઊભરી રહી છે.

આ પ્રસંગે ભિલોડા મેઘરજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરંડા સાહેબ, અર્બુદા સેના ગુજરાતના ઉપાધ્યક્ષ એન.ડી. ચૌધરી, જ્યોતિકાબેન પટેલ, દુર્ગાબેન પટેલ, સ્મિતાબેન પટેલ, મેઘરજ તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી અનિલભાઈ પંચાલ અને શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આવનારા સમયમાં સમાજના સર્વાંગી વિકાસ માટે બહેનોના નેતૃત્વ સાથે આગળ વધવાનો સંકલ્પ આ સંમેલન દ્વારા વ્યક્ત થયો છે. હું આ સંમેલનના તમામ સહભાગીઓનો દિલથી આભાર માનું છું અને સમાજ હિતના દરેક પ્રયાસમાં આપના સહયોગની આશા રાખું છું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande