પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં મંગળવારે મહિલાઓએ ભક્તિભાવપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ તેઓએ ધાર્મિક સ્થાનો પર વડવૃક્ષની પૂજા અને પ્રદક્ષિણા કરી હતી. મંત્રોચ્ચાર સાથે વડવૃક્ષની આરાધના કરવામાં આવી હતી અને મહિલાઓએ સુતરના ધાગા વડે વડવૃક્ષની પ્રદક્ષિણા કરી હતી.
આ વ્રત દરમિયાન મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારું આરોગ્ય મળે તેવી પ્રાર્થના કરી હતી. પાટણના ખંડોબા મહાદેવ મંદિર, બગેશ્વર મંદિર અને પત્રેશ્વર મહાદેવ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોએ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.
હિન્દુ સંસ્કૃતિમાં વ્રતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વટ સાવિત્રી વ્રત આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. મહિલાઓએ આ વ્રત ઉજવી ભાવનાત્મક આનંદ અને ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર