જૂનાગઢ 12 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે. ત્યારે લોકોમાં મતદાન જાગૃતિ વધે એ અર્થે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આઈ. સી. ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ હેઠળ કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં મતદાન જાગૃતિ મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ છે.
આંગણવાડી ખાતે કિશોરીઓ દ્વારા મતદાન જાગૃતિને લગત સ્લોગનની સુંદર મહેંદી બનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવેલ છે. લોકશાહીના આ પર્વને વધુ રૂડું બનાવવા માટે બહેનોએ પણ પોતાના હાથે કલાત્મક મૂકી, અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ