વાઘોડિયા રોડ પર બે બસ વચ્ચે ચગદાઈ જતાં, બાઈકસવાર યુવાનનું કરૂણ મોત
વડોદરા, 13 જૂન (હિ.સ.)-વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ચકાચક હોટલ પાસે આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૃિના ઇલેક્ટ્રિક કંપનીમાં વાયરમેન તરીકે નોકરી કરતા ઉમેશ મનુભાઈ તડવી રોજની જેમ સવારે પોતાની બાઈક લઈને, ગોત્રી ખાતે નોકરી માટે નીકળ્યા હતા
Accident


વડોદરા, 13 જૂન (હિ.સ.)-વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ચકાચક હોટલ પાસે આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૃિના ઇલેક્ટ્રિક કંપનીમાં વાયરમેન તરીકે નોકરી કરતા ઉમેશ મનુભાઈ તડવી રોજની જેમ સવારે પોતાની બાઈક લઈને, ગોત્રી ખાતે નોકરી માટે નીકળ્યા હતા. વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા વચ્ચે એક રિક્ષા ચાલકને બચાવવા માટે આગળ જઈ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક માર્યા હતાં. ઉમેશે પણ પાછળથી આવતાં પોતાની બાઈકને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યારે પાછળથી ઝડપે આવતી સિટી બસના ડ્રાઈવરે બ્રેક ન મારતાં ઉમેશ વચ્ચે ચગદાઈ ગયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઉમેશને ગંભીર ઇજાઓ સાથે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ઘટના અંગે કપૂરાઈ પોલીસે કાર્યવાહી કરતાં સિટી બસના બેદરકાર ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. યુવાનના નિધનથી પરિવાર અને વિસ્તારજનોમાં શોકનું મૌન છવાઈ ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande