
વડોદરા, 13 જૂન (હિ.સ.)-અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયા ફ્લાઈટમાં વડોદરા શહેરના 24 યાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં 18 મહિલા, 5 પુરુષો અને અઢી વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે. દુર્ઘટનાના આ ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં શોક અને દુઃખનું માહોલ છવાઈ ગયો છે.
દુર્ઘટનામાં ભોગ બનેલ એક યુવક ભાવિક મહેશ્વરીના તો માત્ર બે દિવસ પહેલા જ સગાઈના ભાવભીનાં પળો વીતી ગયા હતા, જે જાણે કે હવે શોકના સાગરમાં પલટાઈ ગયાં છે.
મૃતકોના નિવાસસ્થાનો પર પરિજનો અને સ્થાનીકો ભેગા થવા લાગ્યા હતા. પોલીસ દળો પણ યાત્રીઓના નામોની ખાતરી કરવા માટે દોડધામમાં લાગી ગઈ હતી. અનેક પરિવારો દુર્ઘટના સ્થળે પહોંચવા માટે તાત્કાલિક અમદાવાદ તરફ રવાના થયા હતા.
આ દુર્ઘટના એ ત્રીજું એવું દુઃખદ યથાર્થ બની છે જેમાં સમગ્ર સમાજ એકસાથે ગમગીન અને નિઃશબ્દ બની ગયો છે.
વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા વડોદરાના 24 યાત્રીઓની યાદી:
| 1 | દોશી ઇન્દ્રવદન શશીકાંતભાઈ | વિમલનાથ રેસિ., વાઘોડિયા-ડભોઇ રિંગરોડ |
| 2 | દોશી જ્યોતિબેન ઇન્દ્રવદન | ઉપર મુજબ |
| 3 | લવાન્યા નિરજ | સ્કાલેટ, અટલાદરા |
| 4 | લવાન્યા અપર્ણા | ઉપર મુજબ |
| 5 | વિનોદચંદ્ર ગોવિંદભાઈ પટેલ | ડિલક્સ સોસાયટી, નિઝામપુરા |
| 6 | ઉષાબેન વિનોદચંદ્ર | ઉપર મુજબ |
| 7 | કલ્પનાબેન પ્રજાપતિ | ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંજલપુર |
| 8 | રાણા આનંદીબેન | તીર્થ બંગ્લોઝ, ડભોઇ રિંગરોડ |
| 9 | ફાતિમા શેઠવાલા (અઢી વર્ષ) | ખત્રીપોળ, વાડી |
| 10 | સાદીકાબાનુ તપેલીવાલા | ઉપર મુજબ |
| 11 | વોરા યાસ્મીનબેન | હમઝા પાર્ક, તાંદલજા |
| 12 | પાદરીયા મરિયમ ઇનાયત | વાડી બદરી મહોલ્લો |
| 13 | શર્મા અંજુબેન પવનકુમાર | અરુણાચલ સોસાયટી, સુભાનપુરા |
| 14 | નરેન્દ્ર પંચાલ | વ્રજભૂમિ ફ્લેટ, વડસર |
| 15 | ઉષાબેન પંચાલ | ઉપર મુજબ |
| 16 | પટેલ અબધિ | રુક્મિણીનગર, ન્યુ સમારોડ |
| 17 | ભારતીબેન પટેલ | ગોકુલઆશિષ ડુપ્લેક્સ, માંજલપુર |
| 18 | શાહ કેતનકુમાર | રોશની પાર્ક, ગોત્રી |
| 19 | નેન્સીબેન પટેલ | પરાગરાજ સોસાયટી, વારસિયા |
| 20 | વલ્લભ અઘેરા | શિવશક્તિ સોસાયટી, વાસણા રોડ |
| 21 | વીણાબેન વલ્લભભાઈ | ઉપર મુજબ |
| 22 | ભાવિક મહેશ્વરી | મધુકુંજ સોસાયટી, વાડી |
| 23 | પટેલ સાહિલ ઇબ્રાહિમ | રુમાના પાર્ક, તાંદલજા |
| 24 | વસુબેન પાસવરીયા | નારાયણ સ્વરૂપ એપાર્ટમેન્ટ, અટલાદરા |
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે