પોરબંદર શહેરમાં બાઈક અને સાઇકલ ચોરી થયા ફરિયાદ
પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરની બજાર માંથી એક બાઈક અને બે સાઇકલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યે છે. સાયકલ માલિકે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોરબંદર જિલ્લામાં સામાન્ય રીતે ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ પોરબંદ
પોરબંદર શહેરમાં બાઈક અને સાઇકલ ચોરી થયા ફરિયાદ


પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરની બજાર માંથી એક બાઈક અને બે સાઇકલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યે છે. સાયકલ માલિકે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર જિલ્લામાં સામાન્ય રીતે ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ પોરબંદર શહેરના લિબર્ટી રોડ પર રઝા પલાઈવુડ વાળી ગલી માંથી એક બાઈક અને બે સાઇકલ ચોરીનો બનાવ સામે આવ્યો છે. આશીફ બરીસભાઈ ઢીલા એ પોતાનું હીરો કંપનીનું 5,000 રૂપિયાનું બાઈક, ગોપાલભાઈ જીવાભાઈ ગોહેલ એ પોતાની 3000 રૂપિયાની સાઇકલ અને નિકુંજ કેશુભાઈ સલેટની પોતાની 3000 રૂપિયાની સાઇકલ ચોરી થયાની ફરિયાદ પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોલીસે સાઇકલ ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande