ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ આઈ.જી પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વૈરાવળ વિભાગ વી.આર.ખેગાર નાઓએ પ્રોહી-જુગારની ડ્રાઇવ સબબ ગેરકાયદેસર દારૂની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ,
સુત્રાપાડા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ સુત્રાપાડા પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ સબબ પેટ્રોલીંગમાં તા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જગદિશસિંહ હમીરભાઇ ગોહીલ, પો.કોન્સ હરેશભાઇ પુંજાભાઇ વાઝા, પો.કોન્સ રોહીતભાઇ જગમાલભાઇ ઝાલાને અંગત રાહે ખાનગી બાતમી હકિકત મળેલ કે જયેશ ઉર્ફે મુરલી સરમણભાઈ વાળા રહે.લોઢવા ગામ તા.સુત્રાપાડા તથા હીતેશ ઉર્ફે ડાડો જેસાભાઇ વાઢેર, રહે.લોઢવા, તા. સુત્રાપાડા, જી. ગીર સોમનાથવાળા બન્ને ઇંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરે છે અને તેણે એક હ્યુન્ડાઈ કંપનીની આઈ-૨૦ કાર હોય જે ગાડીમાં ઈંગ્લીશ દારૂના જથ્થાવાળી ગાડી બળેવલા ગામના વડલીના પા નામની સીમમાં વિદેશી દારૂની હેરફેર કરવાના છે, જે બાતમી હકિકતવાળી જગ્યાએ પહોંચી જોતા બાતમી હકીકત મુજબની ઉપરોક્ત વર્ણનની હ્યુન્ડાઈ કંપનીની આઈ-૨૦ કાર ગાડી પડેલ હોય. જે ગાડીમાં ચેક કરતા (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની ઇમ્પીરીયલ બ્લ્યુ હેન્ડ પેક્ડ ગ્રેઇન વ્હિસ્કી ૭૫૦ એમએલની બોટલો નંગ-૧૨ જેની કિ.રૂ.૧૩,૨૦૦- તથા (૨) ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ ફીટનેશ પ્રીમીયમ વ્હીસ્કી બોટલો નંગ-૦૮ જેની કિ.રૂ.૧૦,૮૦૦/- તથા (૩) ભારતીય બનાવટનો મેજીક મુમેંટ ઓરેન્જ ફ્લેવર વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦ જેની કિ.રૂ.૧૨,૦૦૦/- તથા (૪) ભાર તીય બનાવટનો મેજીક મુમેંટ ગ્રીન એપલ ફ્લેવર વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૨ બોટલો નંગ-૧૨ જેની કિ.રૂ.૧૪,૪૦૦/- તથા (૫) ભારતીય બનાવટનો ટેગ પ્રીમીયમ લેગર બીયર ૬૫૦ એમ.એલ.ની કાંચની કાંચની બોટલ બીયર નંગ-૦૯ જેની કુલ કિ.રૂ.૧૮૯૦/- તથા (૬) ભારતીય બનાવટનો ટેગ પ્રીમીયમ લેગર બીયર ૫૦૦ એમ.એલ.ના ટિનના કેન નંગ-૨૪ જેની કુલ કિ.રૂ.૪૦૮૦/- તથા (૭) ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ
ફીટનેશ પ્રીમીયમ વ્હીસ્કી ૩ ૭૫ એમ.એલ.ની બોટલો નંગ-૩૯ જેની કિ.રૂ. ૨૫,૩૫૦/- તથા (૮) ભારતીય બનાવટનો રોયલ સ્ટગ ક્લાસીક વ્હીસ્કી ૩,૭૫ એમએલની બોટલો નંગ-૪૩ જેની કિ.રૂ ૨૭,૯૫૦/- તથા (૯) ભારતીય બનાવટનો વિદેશી દારૂની કીમપીસ સ્પેશીયલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૫ જેની કિ. રૂ.૧૫૦૦/-તથા (૧૦) ભારતીય બનાવટનો વિદેશી દારૂની જોન માર્ટીન વ્હીસ્કી ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૪ જેની કિ.રૂ.૧૪૦૦/-તથા (૧૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની લોર્ડ જોન જ્યુપીટર ડેસ્ટીલેરી દમન વ્હીસ્કી ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૧ જેની કિ.રૂ.૧૧૦૦/- તથા (૧૨) ભારતીય બનાવટનો વિદેશી દારૂની રોયલ સ્પેશીયલ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૦૫ જેની કિ.રૂ.૫૦૦/-તથા (૧૩) ભારતીય બનાવટનો વિદેશી દારૂની સીલ્વર સ્ટાર ડીસ્ટીલરી દમણની વ્હીસ્કી ૧૮૦ એમ.એલના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૦૪ જેની કિ.રૂ.૪૦૦/-એમ મળી કુલ કિ.રૂ.૧,૧૪,૫૭૦/-તથા મજકુર ઇસમોએ ઉપરોક્ત ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર જોતા સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની આઈ-૨૦ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી આવેલ એમ મળી કુલ કી.રૂ.૪,૧૪,૫૭૦/- નો કેસ શોધી કાઢી હાજર ન મળી આવનાર આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી સુત્રાપાડા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૬૨૫૦૫૪૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬પ છે. ૯૮(૨), ૯૯ તથા ૮૧ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ