પોરબંદર, 13 જૂન (હિ.સ.) : ભારતીય દેશમાંથી વિદેશમાં વધુ રૂપિયા કે સારી નોકરીની લાલચમાં એજન્ટો પાછળ લાખો રૂપિયા વેડફી નાખે છેના ઘણા કિસ્સામાં ફ્રોડ એજન્ટના કારણે લાખો રૂપિયા ચાઉં થઈ જાય છે. ખાસ કરી ને પોરબંદર જિલ્લામાંથી વિદેશ જવા વાળી સંખ્યા ખુબ વધારે છે અને પોરબંદરમાંથી વિઝા ફ્રોડની વધુ પડતી ફરિયાદો પોલીસને મળતા પોલીસે વિઝા ફ્રોડનો જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર પોલીસ હેડક્વાટર ખાતે આવેલા DTC હોલમાં એક સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં શહેર તથા ગ્રામ્ય પંથકના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર પોલીસે વિવિધ પ્રકારના વિઝામાં કેવી રીતે ફ્રોડ થાય છે તેનું વિસ્તાર પૂર્વક સમજણ લોકોને આર્પી હતી. આ સાથે સાથે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કેવી રીતે વિઝા મળે છે તેની વિસ્તાર પૂર્વક માહિતી ક્યાં ક્યાં પ્રકારના ફ્રોડ થાય છે તેની માહિતી વિસ્તાર પૂર્વક આપી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, DYSP ઋતુ રાબા તથા સુરજિત મહેડુ તેમજ પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ મથકના પી.આઈ. સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાંથી અનેક લોકો વિદેશમાં નોકરી મેળવવાની લાલચમાં ફસાઈને ફ્રોડનો શિકાર બનવાના કિસ્સો છે ત્યારે આવા નોકરી આપવાની લાલચે ગેરકાયદે એજન્ટો લોકોને નોકરીના ખોટા વચન આપીને છેતરપિંડી કરી રહ્યા છે તેથી વિદેશમાં રોજગાર શોધી રહેલા લોકોને પોરબંદર પોલીસે અપીલ કરી છે. સરકારી પોર્ટલ પર ચકાસણી કરવા અપીલ કરાઈ છે.
છેતરપિંડી કરનાર વ્યક્તિથી કઈ રીતે બચવું
વિદેશમાં નોકરીના નામે છેતરપિંડીથી બચવા માટે પહેલા યોગ્ય એજન્ટ શોધવો જરૂરી છે. આ માટે લોકોએ વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર જઈને એજન્ટને શોધી શકાય છે. નોકરીની ઓફર મળે તો પહેલા emigrate.gov.in વેબસાઈટ પર જઈ રીક્રુટીંગ એજન્ટના વિકલ્પ પર ક્લિક કર્યો બાદ રીક્રુટીંગ એજન્ટ લિસ્ટમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રીક્રુર્ટીંગ એજન્ટોની યાદી દેખાશે જેને વિદેશ મંત્રાલય દ્વારા નકલી જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે અહીં અસલ અને નકલી એજન્ટોનું નામ જોઈ શકાશે.
વિદેશમાં નોકરી અંગેની કોઈ પણ જાહેરાત પર આંધળો વિશ્વાસ ન કરવો
ખાસ કરીને જયારે આવી જાહેરાતો સોશ્યલ મીડિયા પર હોય તો ખરાઈ કરવી
વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવનારી જોબ ઓફર પર વિશ્વાસ ન કરવો
કોઈ પણ રજીસ્ટર ન હોય તેવા એજન્ટની જાળમાં ન ફસાવું
હંમેશા ઈ માઈગ્રેટ પોર્ટલ પર એજન્ટોનો રજીસ્ટ્રેશન નંબર મોકલીને ચકાસવું
જે દેશમાંથી જોબ ઓફર લેટર આવ્યો હોય ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya