પાટણમાં બાંધકામ ચાલી રહેલા મકાનમાંથી 48 હજારની ચોરી
પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વાળીનાથ ચોક પાસે ગોકુલ વાટિકા સોસાયટીમાં બાંધકામ હેઠળના મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા 48,090 રૂપિયાનો કન્સ્ટ્રક્શન સામાન ચોરી ગયો હોાની ઘટના સામે આવી છે. મકાન માલિક ઘરમસિંહભાઈ દેસાઈએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
પાટણમાં બાંધકામ ચાલી રહેલા મકાનમાંથી 48 હજારની ચોરી


પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વાળીનાથ ચોક પાસે ગોકુલ વાટિકા સોસાયટીમાં બાંધકામ હેઠળના મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા 48,090 રૂપિયાનો કન્સ્ટ્રક્શન સામાન ચોરી ગયો હોાની ઘટના સામે આવી છે. મકાન માલિક ઘરમસિંહભાઈ દેસાઈએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ સનવિલા સોસાયટીમાં રહે છે અને ખેતી કરે છે.

ઘરમસિંહભાઈ ગુરુવારે બપોરે પાણી છાંટવા માટે પોતાનાં બની રહેલા મકાને ગયા ત્યારે મકાનની અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં જોઈ. તપાસ કરતા જાણવા મળ્યું કે બાથરૂમનો વોલેન્ટટબ અને રસોડાનો સિંક મળીને 13,000 રૂપિયાનો સામાન ગાયબ હતો.

ચોરોએ વધુમાં 10,000 રૂપિયાના 10 ઇલેક્ટ્રિક વાયર બંડલ, 15,000 રૂપિયાના 5 મશીન અને 10,090 રૂપિયાની કિંમતની 35 ટાઈલ્સની પેટીઓ પણ લઈ ગયા હતા. ચોરી ગયેલી તમામ વસ્તુઓની કુલ કિંમત 48,090 રૂપિયા થાય છે. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande